ગેંગ રેપ બાદ યુવતીએ ટ્રેનમાં કરી આત્મહત્યા : ડાયરીમાં થયા અનેક ઘટસ્ફોટ

0
562

ગુજરાતમાં દિવાળી બાદ સતત દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. આવી જ એક ઘટના વલસાડની સામે આવી છે. જયાં દિવાળીના દિવસે સફાઈ કર્મચારીને ટ્રેનના ડબ્બામાં સફાઈ કામગીરી દરમિયાન એક 19 વર્ષ યુવતીની લટકતી લાશ મળી આવી હતી.

આ અંગે સફાઈ કર્મચારીએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને લાશની બાજુમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો, જેના તપાસ બાદ માલુમ પડ્યું કે યુવતી ગુજરાતના નવસારીના રહેવાસી હતી. તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી પણ મળી આવી હતી. જેમાં યુવતીએ લખ્યું, આત્મહત્યાના બે દિવસ પહેલા તે વડોદરામાં જયાં રહે છે તે જગ્યા પર જઈ રહી હતી ત્યારે બે રિક્ષાવાળાઓએ તેનું અપહરણ કર્યુ હતું. ત્યાર બાદ યુવતીને વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં લઈ જઈ તેની સામે નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું.

ત્યાર બાદ બસ ચાલકે યુવતીને અર્ધ નગ્ન હાલતમાં જોઈ તેની મદદ કરી તેને ઘર સુધી પહોંચવામાં મદદ કરી હતી. તેના બે દિવસ બાદ યુવતીએ ઘરે કહ્યું કે તે કોઈને મળવા માટે વલસાડ જઈ રહી છે. જો કે, તેણીએ દુષ્કર્મની જાણકારી નહોતી આપી. અને બાદમાં ગુજરાત ક્વિન ટ્રેનના ડબ્બામાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે આ મામલે મદદ કરનાર બસ ચાલકની પણ પૂછપરછ કરી હતી. તેને જણાવ્યું કે તેણે યુવતીને અર્ધનગ્ન હાલતમાં જોઈ શું થયુ હોવાનું પૂછયું હતું. જેના જવાબ યુવતીએ કહ્યું કે બે રિક્ષાવાળાએ તેની સાથે કુર્કમ કર્યુ. આ દરમિયાન રિક્ષાવાળા બંને ત્યાં જ હતા. બસચાલક બંને નરાધમોને મારવા જતાં બંને ભાગી ગયા હતાં. બસચાલકે કહ્યું કે તેને નરાધમોના મોઢા કે રિક્ષાનો નંબર કંઈ યાદ નથી.

યુવતી નવસારીની હતી. તે એનજીઓમાં કામ કરતી હતી. ભવિષ્યમાં તે લેખક બનવા માગતી હતી. માતા-પિતા પણ તેના સપના પુરા કરવા માગતા. એવામાં તેણીના માતા-પિતાને આવા સમાચાર મળતાં તેમની પર આભ ફાટી પડ્યું હતું. યુવતીના માતા-પિતાના વેદના વર્ણવી શકાય તેમ નથી. હાલમાં યુવતીનો પરિવાર શોકમાં છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here