ગોધરા-દાહોદ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો..

0
347

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગોધરા-દાહોદ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું જેમા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મળી રહેલી માહિતી અનુસસાર, અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ખામી સર્જાતા તેને હાઇવે પર જ પાર્ક કરી તેને ઉકેલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઉભેલી બસને પાછળથી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી.અમદાવાદથી ઇન્દોર જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ ખામી સર્જાતા હાઇવે પર જ પાર્ક કરી રીપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ સમયે ટેકનિકલ ખામી હોવાથી અને રિપેરિંગ કામ ચાલતું હોવાથી લક્ઝરી બસની લાઇટ ચાલુ ન હતી. તેથી પૂરપાટ વેગે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
બસને ટક્કર માર્યા પછી પાછળથી આવેલી અને ટક્કર મારનારી બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા તે રોડની બાજુના ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી. ટક્કર વાગતા ઉભેલી બસની પાછળના ભાગે બેઠેલા મુસાફરોના મોત નીપજ્યા છે.
આ અકસ્માતમાં લકઝરીના પાછળના ભાગમાં બેઠેલા ચાર મુસાફરો મોતને ભેટ્યા હતા. મૃતકો મોટાભાગે શ્રમિક કુટુંબના હતા. મૃતકોમાં બે બાળક, એક મહિલા અને એક પુરષનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ ઇજાગ્રસ્ત મુસાફરોની હાલત ગંભીર છે. તેથી મૃત્યુઆંક વધી પણ શકે છે.