છેલ્લા દર્દીને રજા આપતાં હવે ગાંધીનગર કોરોનામુક્ત થયું

0
626

સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 1248 પોઝિટિવ દર્દીઓ થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર સામે આવ્યા છે. ગુજરાતના આ શહેરમાં કોરોનાનો છેલ્લો એક દર્દી કોરોના સામેની જંગ જીતીને ઘરે જતાં ગાંધીનગર કોરોનામુક્ત બન્યું છે. ગાંધીનગરના મેયર રિટા પટેલે તેમના લેટરપેડ પર આ અંગેની જાણકારી આપી હતી.

ગાંધીનગરના મેયર રિટા પટેલે તેમના લેટરપેડ પર જણાવ્યું હતું કે, છેલ્લા દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતાં હવે ગાંધીનગર કોરોનામુક્ત થયું છે. ઉમંગ પટેલ દુબઈથી પરત ફર્યાં હતાં અને ત્યાર બાદ જ કોરોના વાયરસે સમગ્ર કુટુંબના સભ્યોને પોતાની ઝપેટમાં લીધા હતાં. 19 માર્ચના રોજ ઉમંગભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હવે એક મહિના બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here