જી-20 દેશની શિખર સંમેલન, વડાપ્રધાન રહેશે ઉપસ્થિત

0
874

સાઉદી અરબના સલમાન બિન અબ્દુલ અજીજા અલ સાઉદ ગુરુવારના જી-20 દેશોના શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. આ સંમેલન વીડિયો કોન્ફેસિંગ દ્વારા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના અન્ય ટોચના સામેલ થશે. આ અંગેની માહિતી વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આપી હતી.આ બેઠકમાં કોરોના વાઈરસ મહામારીનો સામનો કરવા સહિત ઉપાયો પર ચર્ચા થશે. આ વાઈરસના કારણે જન-જીવન અને વ્યાપાર બંધ છે. વડાપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું કે, તેઓ આ સંમેલનમાં સામેલ થશે. રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ થશે.ઈટલી, સ્પેન, જાર્ડન, સિંગાપુર અને સ્વિઝરલેન્ડ જી-20માં સામેલ કોરોના વાઈરસથી પ્રભાવિત દેશોનું પ્રતિનિધિ પણ સામેલ થશે. સંયુકત રાષ્ટ્ર , વિશ્વ બેંક, વિશ્વ સ્વાસ્થય સંસ્થા , વિશ્વ વેપાર સંસ્થા, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને આર્થિક સહયોગ અને વિકાસ સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સામેલ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here