જી-20 સમિટ માટે ઈન્ડોનેશિયા જશે પીએમ મોદી…

0
209

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાલી માં યોજાનાર G-20 શિખર સંમેલન માં ભાગ લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું કે પીએમ મોદી 17માં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 14થી 16 નવેમ્બર સુધી ઈન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ કરશે.

અરિંદમ બાગચીએ આગળ કહ્યુ કે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય અને ડિજિટલ પરિવર્તન સહિત જી-20 શિખર સંમેલનના એજન્ડાના ભાગ રૂપે ત્રણ કાર્ય સત્ર આયોજીત કરવામાં આવશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં અન્ય દેશોના રાષ્ટ્રા અધ્યક્ષોની સાથે મુલાકાત કરશે. પીએમ મોદીએ ભારતના G-20 પ્રેસીડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. આ તક પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે જી-20 ઈન્ડિયાનો લોગો વસુધૈવ કુટુમ્બકમનું પ્રતિનિધિત્વ કરે છે, આ લોગો માત્ર એક પ્રતીક ચિન્હ નથી. પીએમ મોદી જી-20 શિખર સંમેલન માટે ઈન્ડોનેશિયા જશે તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19માં ASEAN શિખર સંમેલન માટે કંબોડિયા જશે.