જેકલીન ફર્નાન્ડિઝે ફ્લોન્ટ કર્યો તેનો લેડી બોસ લુક…

0
202

 બોલિવૂડની સુપર હોટ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં તેના બોસ લેડી લુકોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જેકલીન ફર્નાન્ડિસે બેબી પીન્ક બ્લેઝર અને પેન્ટમાં તેનો બોસ લેડી લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની તસવીરો અપલોડ થતાં જ ખુબ વાયરલ થઈ રહી છે.ડ્રેસ સિવાય યુઝર્સ એક્ટ્રેસની શોર્ટ હેરસ્ટાઈલને પણ ખુબ પસંદ કરી રહ્યા છે. જેકલીનના ચહેરા પર લહેરાતી ઝુલ્ફોએ તેની સુંદરતામાં ચાર્મ વધાર્યો છે. અભિનેત્રીએ તેના લુકને ન્યૂડ મેકઅપ અને મેચિંગ પિંક લિપસ્ટિક સાથે કમ્પલીટ કર્યો છે. જેકલીનના લેટેસ્ટ અદભૂત ફોટાએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. દરેક વ્યક્તિ તેની સ્ટાઈલના દીવાના છે. ફેન્સ તેની તસવીરોના ખૂબ વખાણ કરી રહ્યા છે.