‘ટીમ મેલોડી તરફથી હેલ્લો’: જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે લીધી સેલ્ફી, શેર કર્યો વીડિયો

0
221

વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા પીએમ મોદીનું ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદીએ વિશ્વના તમામ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન ઇટલીના વડાપ્રધાન મેલોનીએ પણ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી.

વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પીએમ મોદી સાથે જોવા મળી રહી છે. પીએમ સાથે હાથ મિલાવતી વખતે, તે 5 સેકન્ડના આ વીડિયોમાં કહે છે, “મેલોડી ટીમ તરફથી હેલ્લો.”