ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની જવાબદારી અંગે હજુ પણ કન્ફ્યુઝન

0
837

ડોનાલ્ડ ટ્રમ્પની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઇ એક પછી એક રસપ્રદ વળાંક આવી રહ્યા છે. અગાઉ ટ્રમ્પના હસ્તે સ્ટેડિયમનું લોકાર્પણ કરાશે તેવી ચર્ચા હતી, જોકે હવે ફક્ત સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ભપકાદાર રીતે ઊજવાશે. ઉપરાંત ટ્રમ્પની ગાંધીઆશ્રમની મુલાકાતને લઇ પણ અનેક પ્રકારની દ્વીધાઓ હજુ પણ ઊભી છે. આ બધી બાબતો વચ્ચે ગઇ કાલે બપોરે મેયરની અધ્યક્ષતા હેઠળ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની રચના કરાતાં સમગ્ર મ્યુનિ. વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.  સમિતિની જવાબદારી નક્કી કરાઇ ન હોઇ સમગ્ર સમિતિ કન્ફયૂઝન સમિતિમાં ફેરવાઇ છે. આ સમિતિમાં કુલ ૮ સભ્યનો સમાવેશ કરાયો છે, જેમાં મેયર ઉપરાંત શહેરના બે સંસદસભ્ય ડો.કિરીટ સોલંકી અને હસમુખ પટેલ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ બૂચ વગેરેનો સમાવેશ થાય છે, જોકે શહેરના લાખો નાગરિકો વતી મેયર બીજલબહેન પટેલ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત ક્યાં કરશે તે હજુ નક્કી નથી. ઉપરાંત સમિતિના સભ્યો પણ પોતાની ભૂમિકા અંગે અવઢવમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here