ટ્રમ્પની મુલાકાત દરમિયાન વિમાન સેવા ચાલુ જ રહેશે, 3 કલાક વહેલા પહોંચવું પડશે

0
984

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે સોમવારે અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે તે દરમિયાન શહેરમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં નહીં આવે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે. ફ્લાઇટ રદ કરવાનો એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય પાછો ખેંચાયો છે. મુસાફરોએ ઓછામાં ઓછા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે. આ સાથે મુસાફરોને રોડ બંધ હશે ત્યારે ટિકિટની તેમજ આઇડી પ્રૂફની હાર્ડકોપી બતાવનારા મુસાફરોને જ જવા દેવામાં આવશે. મોબાઇલની કોપી મંજૂર કરવામાં આવશે નહીં.

તારીખ 23 અને 24નાં રોજ એરપોર્ટ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. એરપોર્ટનાં ઉચ્ચ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ‘ નો- ફ્લાય ઝોન જાહેર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્રમ્પની મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી જતી તેમજ આવતી તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન ચાલુ રહેશે.’ મહત્વનું છે કે, 24 ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન થવાનું છે. બપોરનાં સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન અમદાવાદ પહોંચશે તે વખતે અન્ય કોઈ ફ્લાઈટ પણ લેન્ડિંગ માટે અમદાવાદ પહોંચી હશે તો તેને હવામાં જ રાખવામાં આવશે અને ટ્રમ્પનાં વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રમ્પનું વિમાન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયા બાદ જ અન્ય ફ્લાઈટોને લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here