દિલ્હી HC એ કેજરીવાલને આપ્યો ઝટકો, તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર

0
229

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. CMએ પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યા હતા. જે અંગે તેમણે 24મી માર્ચના રોજ તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે હાઈકોર્ટે આ અંગે ઈનકાર કર્યો છે. કોર્ટે આ કેસમાં બુધવારે એટલે કે 27મી માર્ચના રોજ સુનાવણી હાથ ધરશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે (22 માર્ચ) તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે 24 માર્ચે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (21 માર્ચ) અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં EDને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.