દિલ્હી-NCRમાં આજે પણ પ્રદૂષણના કારણે લોકોનું શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ AQI 700ને પાર પહોંચી ગયો છે.
દિલ્હી-NCRમાં આજે પણ પ્રદૂષણનો કહેર.10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 9 દિલ્હીના છે.આજે દિલ્હીમાં ઓડ-ઈવનનો છેલ્લો દિવસ
ઓડ ઈવનનો આજે છેલ્લો દિવસ, 2 દિવસથી શાળાઓ પણ છે બંધ
પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆર હજુ ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 700ને પાર પહોંચ્યું છે. દ્વારકામાં, AQI 900ને વટાવી ચૂક્યું છે. સૌથી પ્રદૂષિત 10 માંથી 9 વિસ્તારો દિલ્હીના છે. નોઇડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં આજે દિલ્હીમાં ઓડ-ઈવનનો પણ છેલ્લો દિવસ છે. નવેમ્બરથી તેની શરૂઆત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જરૂર પડે તો તેમાં વધારો કરી શકાય છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરની શાળાઓ હજી પણ પ્રદૂષણને કારણે બંધ છે. દિલ્હીના દ્વારકા, પૂસા રોડ, રોહિણી, સરસ્વતી કોલેજ જેવા વિસ્તારોમાં સૌથી વધારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.