દિલ્હી પર હાલ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે કારમાં થયેલા ધડાકાએ બધાને ચોંકાવી દીધા હતા. હવે દિલ્હીના મહિપાલપુરમાં રેડિસન હોટલની નજીક ધડાકાનો અવાજ સંભળાયો છે. ફાયર વિભાગે જણાવ્યું કે તેમને 9.18 વાગે એક કોલ આવ્યો. ફાયરની અનેક ગાડીઓ હાલ ઘટનાસ્થળે છે. પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. ધડાકો પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. દિલ્હીના મહિપાલપુરમાં રેડિસન હોટલ નજીક થયેલા ધડાકા બાદ પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. ડીસીપી સાઉથ વેસ્ટે આ અંગે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં દિલ્હી પોલીસને કશું સંદિગ્ધ મળ્યું નથી. અવાજ ક્યાંથી આવ્યો પોલીસ તે સોર્સની ભાળ મેળવી રહી છે. રાજધાની દિલ્હીના મહિપાલપુરની પાસે આજે સવારે ધમાકા જેવો અવાજ સંભળાયો છે. દિલ્હી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સવારે 9 કલાક અને 18 મિનિટે એક મહિલાએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.ત્યારબાદ દિલ્હી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દિલ્હી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમણે કહ્યું કે ડીટીસી બસનું ટાયર ફાટ્યું હતું, અને ગાર્ડે કહ્યું કે, ડ્રાઇવર ઘટનાસ્થળે હાજર હતો. ગભરાવાની કોઈ જરૂર નથી. એવું લાગે છે કે આ સામાન્ય ટાયર ફાટ્યું હતું.






