દુનિયાની પ્રથમ કોરોના Nasal Vaccine, જે કોઇપણ વેક્સીનની બૂસ્ટર બની શકે છે

0
283

ભારત બાયોટેકની Nasal Vaccine iNCOVACC ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ 18 વર્ષથી ઉપરના તમામ લોકોમાં હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી હતી. તેનો અર્થ એ છે કે તમે કોઇપણ વેક્સીન લગાવી હોય તો પણ બૂસ્ટર ડોઝ તરીકે પણ ભારત બાયોટેકની નેજલ વેક્સીન લગાવી શકો છો.

ભારત બાયોટેકની iNCOVACC ને તાજેતરમાં જ પ્રાઇમરી કોરોના વાયરસ નેજલ વેક્સીન તરીકે મંજૂરી મળી હતી. આ વેક્સીન પણ બે ડોઝમાં આપવામાં આવશે. બંને ડોઝ 28 દિવસની અંદર જ આવશે. પ્રાઇમરી વેક્સીન તરીકે મંજૂરી મળ્યા પહેલાં આ વેક્સીનને 31 લોકો પર ટ્રાયલ કરવામાં આવી હતી. આ ટ્રાયલ ભારતમાં 14 જગ્યાએ થયું હતું આ રીતે બૂસ્ટર ડોઝ તરીકે તેની કાર્યક્ષમતા જોવા માટે 875 લોકોમાં તેનું ટ્રાયલ થયું અને આ ટ્રાયલ 9 જગ્યાએ કરવામાં આવ્યું હતું.