દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,340 થઈ

0
725

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,340 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતા અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 308, મધ્યપ્રદેશમાં 173 અને દિલ્હીમાં 125 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહતની વાત એ છે કે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.બુધવારે મધ્યપ્રદેશમાં 94, આંધ્રપ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29, પશ્વિમ બંગાળમાં 28, ઉત્તરપ્રદેશમાં 20, બિહારમાં 17, ચંદીગઢમાં 11, કેરળમાં 10, કર્ણાટકમાં 9 અને ઓરિસ્સામાં 4 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here