દ્વારકામાં તબાહી: તોફાની પવને વિશાળ વૃક્ષને મૂળમાંથી ઉખાડી ફેંક્યું

0
240

દ્વારકા: બિપોરજોય વાવાઝાડાએ પોતાનો રંગ બતાવાનું શરુ કરી દીધું છે. જેના લીધે દ્વારકામાં ગાંડાતૂર દરિયા વચ્ચે ભારે નુકસાનીના દ્વશ્યો સામે આવી રહ્યા છે. વાવાઝોડું વિનાશક રૂપ ધારણ કરે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. દ્વારકાના પ્રખ્યાત નાગેશ્વર જ્યોર્તિલિંગ નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું છે. ભારે પવનને લીધે આ વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયો હોવાની તસવીરો સામે આવી છે. સાથે જ દ્વારકામાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.વાવાઝોડાની અસર તીવ્ર બની છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. તોફાની આફતના એંધાણ વચ્ચે દ્વારકાના વાતાવરણમાં બદવાલ જોવા મળી રહ્યો છે.દ્વારકામાં વાવાઝોડાના કારણે સ્થિતિ ગંભીર બની છે. ઓખામાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દ્વારકાના મિઠાપૂરી બંદર પર પણ વાવાઝોડાના કારણે સ્થિતિ ગંભીર બની છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.