નવસારીના વાંસદામાં ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ

0
1350

નવસારીમાં વાંસદા ગામમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાની ઘટનાને પગલે તંત્ર દોડતુ થયુ હતુ. અચાનક ગેસ લીક થતાં ટપોટપ ગામવાસીઓ ઓક્સિજન માટે તરફડવા માંડ્યા હતા. જેમાંથી કેટલાકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. ત્યારે એમ થાય કે આવી જાહેર જગ્યાએ તંત્ર કેમ તકેદારી રાખતુ નથી. જો સમયસર સારવાર ન મળી હોત તો આ લીકેજ ગેસ સામૂહિક હત્યાકાંડ સર્જી દેત.ફરીએક વાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વાંસદામાં ગેસ લિકેજ કારણે સ્થાનિકોને ગૂંગણામણ થઇ હતી. જેથી 30થી વધુ લોકોને ગૂંગળામણની અસર થઇ હતી. આ 30   લોકોને સારવાર માટે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ મામલે  ધારાસભ્ય સહિતના લોકો એકઠા થઈ ગયા હતા.

નવસારી જિલ્લાના વાંસદા ગામે લગાવવામાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના પાણીમાં કલોરીનેશન ગેસ ભળતા  વાંસદાનાં તળાવ ફળિયાના 30 લોકોને ગૂંગળામણ અનુભવાઈ હતી. સાથે જ કેટલાક લોકોને ઉલટીની ફરિયાદો સાથે જ શ્વાસ લેવામાં પણ વધુ તકલીફ જણાતા તેમને  વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું.વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એના માટે ગામના તળાવ ફળિયામાં આવેલી ટાંકી સાથે ફિલ્ટરેશન પ્લાન્ટ જોડવામાં આવ્યો છે. જેના દ્વારા લોકોને પીવાનું શુદ્ધ જળ મળી રહે છે. જોકે ફિલ્ટરેશન પ્લાન્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા પીવાના પાણી સાથે ક્લોઇરિનેશન ગેસ ભળતા લોકોને ગૂંગળામણ થવા લાગી હતી.

જોત જોતામાં ફળિયાના 30 લોકોને સમસ્યા જણાતા તેમને તાત્કાલિક  વાંસદા ગ્રામ પંચાયતના ઉપર આવેલા ટાઉન હોલમાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરાઈ હતી. જ્યારે કેટલાક લોકોને ઉલટીની ફરિયાદ સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતા 5 લોકોને  વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 3 લોકોને થોડા સમય માટે ઓક્સીજન પણ આપવો પડ્યો હોવાની માહિતી મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here