નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે લીધા આ નિર્ણયો….

0
348

ગુજરાતના શિક્ષણમાં હવે નિયમો બદલાઈ ગયા છે. તમે તમારા બાળકને અભ્યાસ માટે ધોરણ 1માં મોકલી રહ્યાં છો તો હવે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમો લાગુ થશે. સરકારે હવે બાલ વાટિકા શરૂ કરી દીધા છે. ગુજરાતમાં તો આ વર્ષથી આ નિયમો લાગુ થઈ જશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ધોરણ ૧માં પ્રવેશ માટેની લઘુતમ ઉંમર ૬ વર્ષ કરવાનો આદેશ આપ્યો છે. નવી શિક્ષણ નીતિ (એનઇપી)ના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશન સ્ટેજમાં તમામ બાળકો (૩થી ૮ વર્ષની વચ્ચે) માટે પાંચ વર્ષ શીખવાની તકો સામેલ છે જેમાં ત્રણ વર્ષ પ્રિ પ્રાયમરી અને ત્યારબાદ ધો. ૧ અને ધો. ૨નો સમાવેશ થાય છે. આમ હવે આ નિયમ બની જતાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે ધોરણ 1માં પ્રવેશ મળશે નહીં.શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શિક્ષણ નીતિ આ રીતે પ્રિ સ્કૂલથી ધો. ૨ સુધીના બાળકોને સહજ શિક્ષણ અને વિકાસને વેગ આપે છે. આ ફક્ત આંગણવાડીઓ અથવા સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત, ખાનગી અને એનજીઓ સંચાલિત પ્રિસ્કૂલ કેન્દ્રોમાં ત્રણ વર્ષના ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ શક્ય બની શકે. શિક્ષણ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રવેશ માટે તેમની વય નીતિમાં જરૂરી ફેરફારો કરવા અને છ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો છે.