નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની જાહેરાત:રાજ્યોને મળશે GSTના પૂરા પૈસા

0
268

GST કાઉન્સિલની 49મી બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સિતારમનએ પરિષદની બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા તે અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે GST વળતર  માટે બાકી નીકળતી પૂરી રકમની ચુકવણી કરવામાં આવશે. સરકાર GST વળતરના રૂપિયા 16,982 કરોડની પણ કરશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અમે આજે જાહેરાત કરી છીએ કે GST વળતરની બાકી રહેલી તમામ રકમની આજથી ચુકવણી કરવામાં આવશે. એટલે કે GST વળતર પેટે બાકી રકમ રૂપિયા 16,982 કરોડની ચુકવણી કરવામાં આવશે.