અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ તેમની પહેલી ભારત મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નર પણ ભારત મુલાકાતે આવવાના છે. નોંધનીય છે કે, ઈવાન્કા ટ્રમ્પ અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનો હિસ્સો છે અને જમાઈ જેરેડ કુશ્નર અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર છે. આ પ્રથમ વખત થઈ રહ્યું છે કે, ટ્રમ્પ પરિવાર સાથે કોઈ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આયોજીત કરવામાં આવેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા જ હાજરી આપશે. જ્યારે આગ્રા અને દિલ્હીના દરેક કાર્યક્રમમાં દીકરી ઈવાન્કા અને જમાઈ હાજર રહેશે. નોંધનીય છે કે, ઈવાન્કા ટ્રમ્પ નવેમ્બર 2017માં હૈદરાબાદ આવી હતી. ત્યાં તેણે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.