પાંચ રાજ્યોની ચૂંટણીઃ UPમાં સાત તબક્કામાં, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં એક તબક્કામાં મતદાન

0
581

દેશમાં પાંચ રાજ્યોમાં 690 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે કરી છે. ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરથી લઈને 7 માર્ચ દરમિયાન સાત તબક્કામાં મતદાન યોજાશે. આ ઉપરાંત ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન યોજવામાં. કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ આ અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચ 2022ના એમ બે તબક્કામાં મતદાન યોજાશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 10 માર્ચ 2022ના ગુરુવારે જાહેર કરવામાં આવશે.

ક્યા રાજ્યમાં કેટલી બેઠક
ઉત્તર પ્રદેશ 403
પંજાબ 117
ગોવા 40
મણિપુર 60
ઉત્તરાખંડ 70

કુલ 690

પાંચ રાજ્યોમાં તબક્કાવાર મતદાનની તારીખની વિગત આ મુજબ છેઃ

ઉત્તર પ્રદેશ પ્રથમ તબક્કાનું મતદાન તા. 10 ફેબ્રુ.એ યોજાશે
ઉત્તર પ્રદેશના બીજા તબક્કાનું જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાના પ્રથમ તબક્કાનું મતદાન તા. 14 ફેબ્રુઆરીએ યોજાશે
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન તા. 20 ફેબ્રુઆરીએ યોજાશે
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન તા. 23 ફેબ્રુઆરીએ યોજાશે
ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કાનું તેમજ મણિપુરના પ્રથમ તબક્કા માટે મતદાન તા. 27 ફેબ્રુઆરીના યોજાશે
ઉત્તર પ્રદેશના છઠ્ઠા તબક્કાનું તેમજ મણિપુરના બીજા તબક્કા માતે મતદાન તા. 3 માર્ચના યોજાશે
ઉત્તર પ્રદેશના સાતમા તબક્કા માટેનું મતદાન તા. 7 માર્ચ 2022ના યોજાશે

તા. 10 માર્ચ 2022ના રોજ પરિણામ જાહેર થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here