પાકિસ્તાનના બાળકોટના આતંકી કેમ્પના ધ્વંસનો વિડીયો એરફોર્સે જાહેર કર્યો  

0
1411

એરચીફ માર્શલ રાકેશ સિંહ ભદૌરિયાએ વાયુસેના દિવસના સંમેલનમાં જણાવ્યું કે વાયુસેનાએ છેલ્લા એક વર્ષમાં અનેક મોટી સિદ્ધીઓ મેળવી છે. જેમાં 26 ફેબ્રૂઆરીની બાલાકોટની એરસ્ટ્રાઈક પણ સામેલ છે. બાલાકોટમાં આતંકી શિબિરોને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવી હતી. એરચીફ માર્શલે કહ્યું કે 27 ફેબ્રૂઆરીએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ લડાઈમાં ભારતીય વાયુસેનાને એક મિગ -21 ખોવી દીધું અને પાકિસ્તાને એક એફ-16 ખોવી દીધું હતું. તેઓએ વધુમાં કહ્યું છે કે રાફેલ અને S-400 એર ડિફેન્સ મિસાઈલ ભારતીય વાયુસેનાની ક્ષમતા વધારી દેશે. વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા દ્વારા વાર્ષિક વાયુ સેના દિવસ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રચાર વીડિયોમાં બાલાકોટ હવાઈ હુમલાની વાત દર્શાવવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here