પીએમ મોદીના આગમન માટે મોતના માતમ વચ્ચે હોસ્પિટલમાં રંગરોગાન

0
298

મોરબી માં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના અંસખ્ય લોકોના મોત થયા છે. જોકે સંજોગ એવો કે આ સમયે વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસ પર છે. પીએમ મોદી આ ઘટનાથી ખુબ જ દુ:ખી છે.  આ મામલે પોલીસ પણ એક્શનમાં આવી છે. આવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદી ઘટનાની સમીક્ષા કરવા મોરબી પહોંચી રહ્યાં છે. પરંતુ આવા માતમ વચ્ચે મોરબીની સરકારી હોસ્પિટલમાં રંગકામ કરવામાં આવી રહ્યાં છે. અને આના પર વિપક્ષે આપત્તિ વ્યક્ત કરી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સોમવારે અડધી રાત્રે મોરબી હોસ્પિટલમાં રંગકામ કરવામાં આવ્યું, જેથી પીએમ મોદી સમીક્ષા કરવા આવે તો બધુ સાફસુતરું લાગે. એક ટીવી ચેનલના રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું થે પીએમ મોદી હોસ્પિટલ પહોંચે તે પહેલા હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવી છે. હોસ્પિટલની પોપડાવાળી દિવાલો પર રંગકામ કરીને કુલર રાખવામાં આવ્યાં છે