ભારતીય રેલ્વેના કાફલામાં 5 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો જોડાઈ…

0
215

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પહોંચ્યા છે. જ્યા પહોંચી તેમણે ભારતીય રેલ્વેના કાફલામાં 5 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપી જોડી છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલથી આ પાંચ ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યું છે. આ 5 ટ્રેનોમાંથી બે મધ્યપ્રદેશથી, એક દક્ષિણ ભારતમાંથી, એક બિહારમાંથી જ્યારે એક ટ્રેન મુંબઈ-ગોવા વચ્ચે દોડાવવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે, તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 27 જૂને ભોપાલમાં હશે. સૌપ્રથમ, 5 વંદે ભારત ટ્રેનોને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી એક કાર્યક્રમ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ટ્રેનો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે.