ભારે વરસાદને પગલે મહેસાણા-બનાસકાંઠામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર….

0
286

આગાહી બાદ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં તંત્ર સતર્ક બની ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસતા વરસાદે લોકોના જીવનમાં ખલેલ.મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં કુલ 332 મીમી વરસાદ ખાબક્યો જેમાં વિજાપુરમાં 51 મીમી, બહુચરાજીમાં 46 મીમી, કડીમાં 41 મીમી, મહેસાણામાં 40 મીમી અને વિસનગરમાં 33 મીમી વરસાદ નોંધાયો. જોટાણા અને ખેરાલુમાં પણ 30 મીમી વરસાદ પડ્યો.

સતત વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક 38,282 ક્યુસેક નોંધાઈ છે. હાલ ડેમનો એક ગેટ એક ફૂટ ખોલાયો છે અને ડેમની સપાટી 618.30 ફૂટ પહોંચી છે. ડેમમાં હાલ 85.86 ટકા પાણી ભરાયું છે.