ભારે વિવાદ અને વિરોધ બાદ પણ થઈ રહ્યાં છે ‘પઠાણ’ના વખાણ…

0
379

ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે.આજે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ‘ રિલીઝ થઇ ચૂકી છે. કિંગ ખાન ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કિંગ ખાનના ચાહકો તેને ફિલ્મી પડદે જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી હતી.