ભુપેન્દ્ર પટેલ સરકારનું 2023-24 વર્ષનું બજેટ રજૂ….

0
282

આજે રાજ્ય સરકારનું વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે… નાણામંત્રી કનુભાઇ દેસાઇ બીજી વખત અને નવી સરકારનું પહેલું બજેટ વિધાનસભામાં રજૂ કરાઈ રહ્યું છે,156 બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2023-24નું આજે પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. ત્યારે આજે નાગરિકોની નજર ગુજરાતના બજેટ પર છે કે ભાજપને જંગી જીત આપ્યા બાદ સરકાર તેમની ઝોળીમાં શું આપે છે. નાણામંત્રીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના બજેટ પર સંબોધન શરૂ કરતા કહ્યું કે, ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. ગુજરાતના પનોતાપુત્ર અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. આ વિકાસ પર વિશ્વાસ મૂકી, ગુજરાતની સાા કરોડ જનતાએ ૧૫મી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી અમને જનાદેશ આપ્યો છે. અમારી સરકારવી લોકશાહીના આ મંદિરમાંથી જનાદેશ માટે ગુજરાતની પ્રજાનો ઉધ્યપૂર્વક આભાર વ્યકત કરું છું. વિકાસની આ વણથંભી ચાત્રાને ચાલુ રાખવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર કૃતસંકલ્પ છે. તીવ્ર ગતિએ વિકાસ પામી ભારત વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા તરફ અગ્રેસર છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે.