મતદાન સંબધિત તમામ માહિતી ઓનલાઇન ઘરે બેઠાં જાણી શકાશે 

0
234

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયા ભાગમાં, કયા ક્રમ ઉપર નોંઘાયેલ છે, તેની માહિતી પોતાના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- ૧૯૫૦ કાર્યરત છે.

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- ૧૩,૨૫,૬૦૪ મતદારો છે. જેમાં દહેગામમાં ૨,૨૦,૬૮૭, ગાંધીનગર(દ)માં ૩,૭૧,૫૯૮, ગાંધીનગર(ઉ)માં ૨,૫૩,૬૮૮, માણસામાં ૨,૩૦,૮૪૭ અને કલોલમાં ૨,૪૮,૭૮૪ મતદારો પોતાના વિધાનસભા મતદાર વિભાગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદારા યાદીમાં નામ કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મતદારો સરળતાથી મેળવી શકે તેવા ઉમદા હેતુથી રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલિફોન નંબર- ૧૯૫૦ કાર્યરત છે. આ હેલ્પલાઇન પરથી મતદારો પોતાની માહિતી કામકાજના દિવસ દરમ્યાન સવારના ૧૧.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી મેળવી શકશે.

આ ઉપરાંત મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારોને માહિતી મેળવી શકશે.

તેની સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જે રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે. જેનો હેલ્પલાઇન નંબર – ૧૮૦૦-૨૩૩-૨૩૪૫ નંબર છે. જેના પર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આચારસંહિતા ભંગને લગતી કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાશે તેમજ પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગરની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ટોલ ફ્રી નંબર – (૦૭૯) ૨૩૨ ૧૦૧૦૮ છે.