મુકુલ રોયની TMCમાં ઘરવાપસી : મમતાએ કહ્યું- રોયનું પક્ષમાં સ્વાગત છે, ગદ્દારોનું નહીં

0
855

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે ચાર વર્ષ બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. મુકુલ રોય ટીએમસી ભવન પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી વડા મમતા બેનરજીની ઉપસ્થિતિમાં ચર્ચા કર્યા બાદ પુનઃ ટીએમસીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનરજીએ મુકુલ રોયને ટીએમસીનું સભ્યપદ આપ્યું હતું. આ પ્રસંગે મુકુલ રોયના પુત્ર શુભ્રાંગ્શું પણ ટીએમસીમાં જોડાયા હતા. સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે, મુકુલ રોય ઘરે પરત આવ્યા છે, હું તેમને અભિનંદન પાઠવું છું. મુકુલ રોય આપણા પોતાના છે અને તેમનું સ્વાગત છે જ્યારે ચૂંટણી પહેલા પક્ષ છોડીને ગયેલા ગદ્દારોનું પક્ષમાં સ્વાગત નથી તેમ મમતા બેનરજીએ જણાવ્યું હતું. મુકુલ રોયે પણ જણાવ્યું હતું કે પક્ષમાં પરત ફરીને જૂના ચહેરાઓને જોઈ મને આનંદ થયો છે.

ટીએમસી ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રેસ સાથે વાતચીત કરતા મુકુલ રોયે જણાવ્યું કે ભાજપમાંથી નિકળીને જૂના લોકોને ફરીથી મળીને મને સંતોષ થયો છે. હું ભાજપમાં કામ કરી શક્યો નહીં એટલે મારા જૂના ઘરે પરત આવી ગયો છું. મમતા બેનરજીએ પણ જણાવ્યું કે મુકુલ રોયે ચૂંટણી વખતે અમારી સાથે ગદ્દારી કરી નથી જે લોકોએ ગદ્દારી કરી છે તેમને અમે પક્ષમાં પરત નહીં લઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here