મુખ્યમંત્રી યોગી અચાનક પહોંચ્યા દિલ્હી, વડાપ્રધાન મોદી સાથે કરી એક કલાક મુલાકાત

0
106

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (3 નવેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન અને યોગી આદિત્યનાથ વચ્ચે આશરે એક કલાક સુધી બેઠક ચાલી હતી. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણી સહિતના મહત્ત્વના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે યોગી આદિત્યનાથની આ પ્રથમ મુલાકાત છે.
વડાપ્રધાન મોદી અને સીએમ યોગી વચ્ચેની આ મુલાકાત ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણી અંગે લાંબી ચર્ચા થઈ હતી. આ સાથે રાજ્યના વિકાસના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારે જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન પીએમ મોદી અને સીએમ યોગીએ મહાકુંભની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી.