UN માં YOGA DAY નું ભવ્ય આયોજન થશે : 180 દેશના પ્રતિનિધિઓ થશે સામેલ

0
149

21મી જૂને સંયુક્ત રાષ્ટ્રમાં (UN) યોગ દિવસનું (Yoga Day 2023) ભવ્ય આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ (Narendra Modi) નવ વર્ષ પહેલા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના મંચ પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વાર્ષિક કાર્યક્રમનો સૌપ્રથમ પ્રસ્તાવ મૂક્યો તે પછી આ પહેલીવાર હશે કે તેઓ યુએન (UN) હેડક્વાર્ટર ખાતે યોગ સત્રનું નેતૃત્વ કરશે. આને ઐતિહાસિક દિવસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

180 થી વધારે દેશના લોકો ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 21 જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) પર અહીં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખત યોગ સત્રનું નેતૃત્વ કરશે. સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અહીં 21 જૂને યોજાનારી યોગ દિવસની ઉજવણીમાં ઘણા રાજદ્વારીઓ, કલાકારો, શિક્ષણશાસ્ત્રીઓ અને ઉદ્યોગસાહસિકો સહિત 180 થી વધુ દેશોના લોકો ભાગ લેશે. જણાવી દઈએ કે, 2014માં વડાપ્રધાન મોદીના કાર્યકાળના પહેલા જ વર્ષમાં, 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.

જ્યાંથી યોગ દિવસની શરૂઆત થઈ ત્યાં થશે યોગ

ભારતમાં સત્તારૂઢ ભાજપ સરકારના 9 વર્ષની ઉજવણી થઈ રહી છે. પાર્ટીના કાર્યકરો અને તેની સાથે જોડાયેલા લોકો દેશભરમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ લોકોને ગણાવી રહ્યાં છે. આની ચર્ચા હવે હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે અને ફરી એકવાર તે જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી તેની શરૂઆત થઈ હતી એટલે કે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાટરમાં.

21 જુને સવારે થશે યોગ અભ્યાસ

ભારત સરકાર પણ આગામી સપ્તાહે ત્યાં 21 જુને યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. સત્તાવાર સુત્રો પ્રમાણે 180 થી વધારે દેશના લોકો અહીં યોગ અભ્યાસમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહનું નેતૃત્વ સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાટરના ઉત્તરીય લોનમાં સવારે 8 થી 9 વાગ્યા વચ્ચે કરશે.

UN માં જ યોગ દિવસને અપનાવવાનું આહ્વાન થયું હતું

વર્ષ 2014માં સત્તામાં આવ્યાના તરત બાદ વડાપ્રધાન મોદીએ તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જ્યારે પોતાનું પહેલું સંબોધન આપ્યુ હતું તો તે દરમિયાન પ્રાચીન ભારતીય પરંપરા માનવ જાતિ માટે એક અમુલ્ય ભેટ ગણાવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાનું આહ્વાન કર્યું હતું.

રાષ્ટ્રપતિ બિડેન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત

યોગ દિવસની ઉજવણી કર્યા પછી વડા પ્રધાન વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં તેઓ 22 જૂને વ્હાઇટ હાઉસમાં ઔપચારિક સ્વાગત કરશે અને રાષ્ટ્રપતિ બિડેનને મળશે. પ્રેસિડેન્ટ બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે સાંજે વડાપ્રધાનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન થશે. PM મોદી 22 જૂને US કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થી અને સેનેટના સ્પીકર ચાર્લ્સ શૂમર સહિત US કોંગ્રેસના નેતાઓના હશે. 23 જૂને US વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સ્ટેટ સેક્રેટરી એન્ટની બિલન્કેન દ્વારા સંયુક્ત રીતે લંચનું આયોજન કરવામાં આવશે જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે.