મુનાવર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો….

0
378

બિગ બોસ 17 ના વિજેતા મુનાવર ફારુકી ને મુંબઈ પોલીસની એસએસ શાખા (સામાજિક સેવા શાખા) એ હુક્કા બાર પર દરોડો પાડ્યો હતો. જ્યાં તેઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી સહિત 14 લોકોની અટકાયત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ COTPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે ફારૂકીને કલમ 41A હેઠળ નોટિસ આપીને જવા દીધો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.બિગ બોસ ઓટીટી 2ના વિજેતા એલ્વિશ યાદવ બાદ હવે બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકી વિવાદમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સ્થિત સબલન હુક્કા પાર્લરમાં ગઈકાલે રાત્રે સમાજ સેવા શાખાએ દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરી હતી. મુનવ્વર પણ આ લોકોમાંનો એક હતો.પોલીસને બાતમી મળી હતી કે હુક્કા પાર્લરમાં તમાકુની સાથે નિકોટીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુની બનાવટો મળી આવે તો પોલીસ દ્વારા સિગારેટ અને ટોબેકો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જો કે મુનવ્વર ફારૂકીને નોટિસ આપવામાં આવી હતી અને રાત્રે જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. હજુ સુધી મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.