મૃત્યુ પામેલ પર્યટકો માટે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી ……

0
20

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. તેમના દુઃખની ચરમસીમાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે મૃતદેહોને માદરે વતન લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે ગુજરાત સરકારે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાય અપાશે તેવી જાહેરાત કરી છે.જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે ગુજરાતી પ્રવાસીઓએ જીવ ખોયો છે તેમને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રુપિયાની સહાય આપવામાં આવશે. આ દુર્ભાગ્યપૂર્ણ આતંકવાદી હુમલામાં જે ગુજરાતી પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને રાજ્ય સરકાર તરફથી 50 હજારની સહાય આપવામાં આવશે. મૃતક ગુજરાતી પર્યટકોના મૃતદેહોને મુંબઈથી વિમાનમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. અહીં આ મૃતકોને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે. તેમને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા એ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ બંને મૃતદેહોને અમદાવાદથી સડક માર્ગે ભાવનગર લઈ જવાશે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં અંતિમયાત્રામાં ભાગ લેશે.