મોંઘવારીમાંથી મળી થોડીક રાહત : એલપીજી સિલિન્ડર ૩૬ રુપિયા સસ્તો થયો

0
365

મહિનાના પ્રથમ દિવસે જ એક સારા સમાચાર મળ્યા છે, જેનાથી મોંધવારીમાં થોડીક રાહત મળી શકે છે. એલપીજી સિલિન્ડર ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કર્મશ્યિલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી ૧૯ કિલોનો કર્મશ્યિલ ગેસ સિલિન્ડર ૩૬ રૂપિયા સસ્તો થયો છે. કર્મશ્યિલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પહેલી જૂને તેની કિંમતમાં ૧૨૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં કર્મશ્યિલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાથી હવે બહાર ખાવાનું સસ્તું થશે તેવી આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here