રક્ષાશક્તિ યુનિ.ના નવા ડાયરેકટર જનરલ તરીકે બિમલ પટેલની નિમણૂક

0
1037

જીએનએલયુના પૂર્વ ડિરેકટર બિમલ પટેલની રક્ષા શક્તિ યુનિ.ના ડાયરેકટર જનરલ તરીકે નિમણૂંક કરાઈ છે.યુનિ.ની સ્થાપનાના દસ વર્ષે પ્રથમ કાયમી ડાયરેકટર જનરલ વિધિવત રીતે યુનિ.ને મળ્યા છે. રક્ષાશક્તિ યુનિ.ને દસ વર્ષ બાદ વિધિવત રીતે કાયમી ડિરેક્ટર મળશે:અગાઉ બે IPS ચાર્જમાં હતા

સરકારે ૨૦૦૯માં વિધાનસભામાં એક્ટ પસાર કર્યા બાદ ફિલ્ડ યુનિ.તરીકે સ્થાપેલી રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા ડાયરેકટર જનરલની પસંદગી માટે ગત ઓક્ટોબરમાં સર્ચ કમિટીની રચના કરવામા આવી હતી.સર્ચ કમિટી દ્વારા બાયોડેટા-અરજીઓ મંગાવાઈ હતી અને જેમાંથી ત્રણ નામો સરકારને આપવામા આવ્યા હતા.જેમાંથી સરકારે ડૉ.બિમલ પટેલની પસંદગી કરી છે. ડૉ. બિમલ પટેલ ગુજરાત નેશનલ લૉ યુનિ.ના પૂર્વ ડાયરેકટર છે. બિમલ પટેલની રક્ષા શક્તિ યુનિ.ના ડાયરેકટર જનરલ તરીકે ત્રણ વર્ષની ટર્મ રહેશે. મહત્વનું છે કે રક્ષા શક્તિ યુનિ.ની સ્થાપના થયા બાદ સરકારે પ્રથમ ડાયરેકટર જનરલ તરીકે નિવૃત આઈપીએસ ઓ.પી.માથુરની ડાયરેકટ નિમણૂંક કરી હતી.

તેઓ ત્રણ વર્ષ રહ્યા બાદ એક્ટ મુજબ વિધિવત રીતે નવા કાયમી ડાયરેકટરની નિમણૂંક કરવા સર્ચ કમિટી રચાઈ હતી.સર્ચ કમિટીએ આપેલા નામોમાંથી એકની સરકારે નવા કાયમી ડાયરેકટર તરીકે નિમણૂંક કરી હતી અને તેમનો ઓર્ડર થઈ ગયો હતો પરંતુ તેઓ હાજર થયા ન હતા.જેને પગલે સરકારે ઓ.પી.માથુરને ફરી ત્રણ વર્ષ માટે ડાયરેકટર જનરલ તરીકે નિમ્યા હતા. ત્યારબાદ ૨૦૧૬માં સરકારે ડેપ્યુટી ડાયરેકટર જનરલ અને આઈપીએસ વિકાસ સહાયને ડાયરેકટર જનરલ તરીકેનો ચાર્જ આપ્યો હતો.તેઓ ત્રણ વર્ષ રહ્યા બાદ નવા ડાયરેકટર જનરલની નિમણૂંક કરવા સરકારે સર્ચ કમિટીની પ્રક્રિયા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here