રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0
94

ભારતમાં અત્યારે છાસવારે આતંકી ધમકીઓ મળી રહીં છે. સરકારી દફ્તરો અથવા સુરક્ષા બળો પાસેના ધમકીભર્યા લખાણો અથવા ઈમેઈલોએ ભયનો માહોલ સર્જો છે. અત્યારે ગુજરાતમાં કંઇક એવું જ બન્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, CISFને એક ઈમેલ મળ્યો છે, જેના કારણે એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. નોંધનીય છે કે, ઈમેલમાં વડોદરા અને રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મળતાની સાથે જ અધિકારીઓ એલર્ટ થઈ ગયા અને ત્વરિત ટર્મિનલ વિસ્તારની બોમ્બ અને ડોગ-સ્કવાડથી તપાસ કરવામાં આવી.