રાજકોટમાં PM મોદીએ લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ :1.21 લાખ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

0
300

રાજકોટ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેખિત ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે 1,21,000 ખેલૈયાઓએ એક સાથે ગરબા રમીને નવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર ‘માડી’ ગરબા ગુંજી ઉઠયા હતા અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક સાથે 1 લાખ 21 હજાર જેટલા ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. આ તકે વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ રાજકોટ ખાતે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, વડોદરાના નામે 60 હજાર લોકોનો ગરબા રમવાનો રેકોર્ડ છે. આજે આ રેકોર્ડ રાજકોટમાં તૂટી ગયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો છે