રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે ઘેરઘેર માંદગીના ખાટલા છે અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે તંત્રતો સબસલામતના જ દાવા કરી રહ્યુ છે. પણ ખુદ સરકારી હોસ્પિટલમાં જ બધા બેડ ભરાયાઈ ગયા છે ત્યારે હોસ્પિટલના કોરિડોરમાં એક્સ્ટ્રા બેડ પાથરીને દર્દીઓની સારવાર કરાઈ રહી છે. આ મામલે વિપક્ષ આક્ષેપ કરી રહી છે કે તંત્ર રોગચાળાના આંકડા ખોટા બતાવી રહ્યુ છે ત્યારે ડોક્ટરોએ પણ પત્રકારો સાથે આ મુદ્દે ગેરવર્તન કરી લોબીમાં સારવાર લઈ રહેલા દર્દીઓની ફુટેજ લેવા મામલે બબાલ કરી હતી.
વોર્ડનંબર 10ની લોબીમાં બેડ પાથર્યા,રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની દાદાગીરી,તંત્ર રોગચાળાના આંકડા છુપાવી રહ્યુ છે
રાજકોટ શહેરમાં દિવસે દિવસે રોગચાળો વધી રહ્યો છે.. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે. વહેલી સવારથી સિવિલ હોસ્પિટલના OPD સેન્ટરમાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે. દર્દીઓની સંખ્યા વધતા વોર્ડની લોબીમાં બેડ પાથરવા આવ્યા છે. હોસ્પિટલના વોર્ડ નંબર-10ની બહાર લોબીમાં દર્દીઓ માટે બેડ પાથરવામાં આવ્યા છે.