રાજ્યમાં 5થી 7 જાન્યુઆરી વચ્ચે માવઠાંની સંભાવના, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં હળવાં ઝાપટાંની આગાહી

0
597

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે.

સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ હતી જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. આગામી દિવસોમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો થશે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થશે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8 જાન્યુઆરી પછી તાપમાન સામાન્ય થશે તથા મહિનાના મોટાભાગનો સમય સૂકું હવામાન રહેશે. કમોસમી વરસાદને કારણે રાત્રિ દરમિયાન તાપમાનમાં 4થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here