રાજ્યમાં BRTSનું વિસ્તરણ કરવામાં આવ્યું બંધ…..

0
25

ગુજરાત મોડલ અમસ્તુ જ વખાણાતું નથી. એવા અનેક પ્રોજેક્ટ છે જેની શરૂઆત દેશમાં સૌથી પહેલા ગુજરાતથી થઈ હતી. આવા અસંખ્ય પ્રોજેક્ટની દેણ ગુજરાત છે. ત્યારે દેશમાં BRTS સુવિધા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્યુ હતું. જેનો લાભ અત્યાર સુધી અનેક મુસાફરોએ લીધો છે. એટલું જ નહિ, ગુજરાતના અન્ય શહેરોમાં પણ BRTS શરૂ કરવામાં આવી છે. પરંતુ BRTS માં મુસાફરી કરનારા લોકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. BRTSનું વિસ્તરણ બંધ કરાયં છે. હવે BRTS ના નવા કોરિડોર નહીં બને. અમદાવાદ, સુરત-રાજકોટના નવા વિસ્તારોમાં BRTS શરૂ નહીં થાય. હાલ મિક્સ ટ્રાફિકમાં જ બસો દોડાવાઈ રહી છે. ગુજરાતમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસ વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે અમદાવાદના નાગરિકોને સોથી પહેલા BRTS બસની સુવિધા મળી હતી. આ પ્રયોગ સફળ જતા ધીરે ધીરે સુરત અને રાજકોટમાં પણ BRTS સેવા શરૂ કરવામા આવી હતી. પરંતું 20 વર્ષ બાદ આ પ્રોજેક્ટ હવે બંધ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ BRTS ના નવા કોરિડોર બનાવવાના બંધ કરી દેવાયા છે. BRTS નું વિસ્તરણ બંધ કરી દેવાયુ છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ BRTS ના નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવાઈ છે.