રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

0
274

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે
રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની જાણકારી આપી છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે. ખાસ કરીને આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ઼ી શકે છે.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે