રાજ્યમાં કોરોનાના કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 915

0
694

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓના કેસ 14829 થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 915 થયો છે. જ્યારે કુલ 7139 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 27 મોતમાંથી 23 અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 મોત નોંધાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here