રાજ્યમાં કોરોનાના કુલ 9,933 કેસ નોંધાયા, 606ના મૃત્યુ

0
748

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 282 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 9,932 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 606એ પહોંચ્યો છે. કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 340 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મૃત્યુ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11 અને સાબરકાંઠામાં 2 તથા પાટણ, ગીર-સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 9,932 કેસમાંથી 43 વેન્ટીલેટર પર છે અને 5,248 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 4035 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 606 દર્દીના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 9,932નો રિપોર્ટ પોઝિટિવ અને 1,17,927નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here