રાજ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 27317 થયો

0
832

રાજ્યમાં કોરોનાનો કેર અટકવાનુ નામ લેતો નથી. અમદાવાદ બાદ સુરત જિલ્લામાં પણ કેસોમાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસનો આંકડો 100થી વધુ આવી રહ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ 300થી નીચે 273 કેસ નોંધાયા છે તો સુરતમાં આજે 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 580 કેસ નોંધાયા છે. જે દરરોજ નોંધાતા કેસોમાં અત્યારસુધીમાં સૌથી વધારે છે. આજે 20 દર્દીના મોત થયા છે. તો 655 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 27317 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1664 અને આજ સુધીમાં કુલ 19359 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here