રિલીઝ પહેલાં જ ‘પુષ્પા 2’એ રૂ.160 કરોડની કમાણી કરી….

0
250

અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’નું શૂટિંગ પૂર્ણ કરવામાં ખૂબ વ્યવસ્ત છે. ડાયરેક્ટર સુકુમાર 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં મોટી રિલીઝની તૈયારી કરી રહ્યા છે. જોકે, ફિલ્મને ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે. નવા રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સે છ મિનિટનાના સીનને શૂટિંગ કરવા માટે લગભગ 60 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે અને આ સીનને પૂરો કરવામાં લગભગ 30 દિવસનો સમય લાગ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે આ સીનમાં ગંગમ્મા, જથારા અને એક લડાઈને દેખાડાઈ છે.

આ દરમિયાન એવા પણ અહેવાલ છે કે ‘પુષ્પા 2’નું બજેટ રૂપિયા 500 કરોડ છે. નિર્માતાઓએ વિશ્વભરના મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ટી-સીરીઝને રુપિયા 60 કરોડમાં વેચી દીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટારે તેલુગુ સેટેલાઇટ્સ પણ ખરીદી લીધા છે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે નેટફ્લિક્સે 100 કરોડ ચુકવીને ડિઝિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદી લીધા છે. મેકર્સે હજુ સુધી આ મામલે કોઇ નિવેદન પણ આપ્યું નથી. જો આ અહેવાલ સાચા હોય તો પુષ્પા ટુનાં નિર્માતાઓએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ રૂ. 160 કરોડની કમાણી કરી લીધી છે. આ સપ્તાહના આરંભમાં ‘પુષ્પા 2’નું પ્રથમ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.