લેહમાં 113 ગામ ઓર્ગેનિક ખેતીમાં બદલવામાં આવશે

0
1308

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ધીમે ધીમે ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેમનો ઈશારો ઓર્ગેનિક ખેતી વધાવા તરફ હતો, પરંતુ ખેડુતો ઓછા ઉત્પાદનના ડરથી યુરિયા અને ફર્ટિલાઈઝરનો સાથ છોડતા નથી. આ સાથે જ લેહ-લદ્દાખે સમગ્ર દેશ માટે એક ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે. ભૌગોલિક સ્થિતી સામે ઝઝુમી રહેલો ખેડૂત એ તમામ ફળો અને શાકભાજી વાવી રહ્યો છે, જે ગરમ તાપમાનમાં અને નદી કિનારે પેદા થઈ શકે છે. 5થી 6 ડિગ્રી સેલ્સિયસના સરેરાશ તાપમાન વાળા લેહના ખેડૂતો તરબૂચ, ટેટી અને ટામેટાનું સારું એવું ઉત્પાદન કરી રહ્યા છે.

આ મિશન પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના વિંગ ડિફેન્સ ઈન્સ્ટિસ્યૂટ ઓફ હાઈ એલ્ટીટ્યૂડ રિસર્ચના સાઈન્ટિસ્ટ ડો.ટી.સ્ટોબડનની ટીમ અને લેહનો કૃષિ વિભાગ કામ કરી રહ્યો છે. હવે લદ્દાખે ઓર્ગેનિક મિશન 2025 પણ લોન્ચ કરી દીધું છે. આવતા 6 વર્ષમાં અહીં ઓર્ગેનિક ખેતી થશે. આ માટે એડવાન્સમાં પ્લાન તૈયાર કરાઈ ચુક્યો છે. હવે તેના ફાઈનલ ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે. જેનું બજેટ પ્રાથમિક ધોરણમાં 200 કરોડ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here