વડોદરાના કોયલીમાં IOCLની રિફાઇનરીમાં જોરદાર બ્લાસ્ટ….

0
96

વડોદરાના કોયલીમાં આવેલી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિ‌ટેડ (IOCL)ની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ગઈ કાલે પ્રચંડ ધડાકો થતાં ભીષણ આગ લાગી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. રાત્રે સાડાઆઠ વાગ્યે રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. આ વિકરાળ આગને ઓલવવા માટે અમદાવાદ અને આણંદથી ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. ખાસ ફૉર્મનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનામાં ધીમંત મકવાણા નામના એક લેબરનું મોત થયાના સમાચાર છે.