વરસાદના કારણે ભારત-પાક મેચ રદ..!!

0
310

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાનની ટીમ ત્રણ પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગઈ છે. જો ભારત નેપાળ સામે હારી જશે તો એશિયા કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં સુપર-4માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને નેપાળ સામેની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સુપર-4માં ટકરાશે.
ભારતે પહેલી ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી મેચ વરસાદને કારણે રદ જાહેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે વરસાદથી પ્રભાવિત એશિયા કપ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની સદીની ભાગીદારીને કારણે 48.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતનો દાવ ખતમ થયા બાદ તરત જ વરસાદ પડ્યો હતો, જેના કારણે મેચ શરૂ થઈ શકી નહોતી. અમ્પાયરે 9 વાગે મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ પાકિસ્તાનને સુધારેલું લક્ષ્ય મળ્યું. પરંતુ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી, જે બાદ અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.