PM મોદી 6 સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાની બે દિવસીય મુલાકાતે જશે

0
140

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટ પહેલા ઈન્ડોનેશિયાની મુલાકાત લેશે. પીએમ મોદી 6 સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાની બે દિવસીય મુલાકાતે જશે. વડાપ્રધાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર જકાર્તા જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ઈન્ડોનેશિયા દ્વારા આયોજિત 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. હાલમાં, ઇન્ડોનેશિયા આસિયાનનું અધ્યક્ષ છે.
2022માં ભારત-આસિયાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત કર્યા પછી આસિયાન-ભારત સમિટ એ પ્રથમ સમિટ છે. આ સમિટ દરમિયાન ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે સહકારને લઈને ભવિષ્યની દિશા નક્કી કરવામાં આવશે.
પૂર્વ એશિયા સમિટ આસિયાન દેશોના નેતાઓ અને ભારત સહિત તેના આઠ ભાગીદારોને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.