વિકસિત ભારત એ ઊંચા ઉડાનનું સ્વપ્ન નથી, તે એક પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય છે: નિર્મલા સીતારામન

0
221

GCCI એ માનનીય કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન સાથે WIRCઓફ ICAI અમદાવાદ ચેપ્ટર સાથે સંયુક્ત રીતે તારીખ 20મી એપ્રિલ, 2024ના રોજ સંવાદ –વિકસિત ભારત @ 2047 વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે GCCIના પ્રમુખ અજયભાઈ પટેલે માનનીય કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ 6 કેન્દ્રીય બજેટની રેકોર્ડ સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે માનનીય કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પ્રસ્તુત દરેક બજેટ આપણને આત્મા નિર્ભર ભારત અને વિકસીત ભારતના ધ્યેયની નજીક લઈ જાય છે. તેમણે નોંધ લીધી હતી કે દરેક બજેટ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબ કા સાથ સબ કા વિકાસના મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મેક ઇન ઈન્ડિયા સાથે કૌશલ્ય આધારિત ભારત તરફના તેઓના અભિગમને પ્રતિબિંબિત કરે છે.