વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા DEO દ્વારા શાળાઓને સૂચના

0
80

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં DEO દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનાં ગરમ કપડા પહેરવા દબાણ ન કરવા, ત્યારે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા પડશે તેમ જણાવવામાં આવ્યું છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધીકારીને પત્ર મોકલવામાં આવ્યો હતો.જેમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળામાં ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરાવવાની ફરજ નહીં પાડી શકાય. ઉપરાંત વિદ્યાર્થી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા પડશે. તથા શાળા કોઈ પણ વિદ્યાર્થીને ચોક્કસ કલરના ગરમ કપડા પહેરવાનો આગ્રહ કરી શકશે નહી. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ગરમ કપડાં બાબતે દબાણ નહીં કરી શકે તેમ જણાવવામા આવ્યું હતું.ત્યારે ઋતુ આધારે આ સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવા શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શાળાઓને આ અંગે દરેક વખતે સુચના આપવી જરૂરી નહી રહે. શાળામાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરી શકશે. જે સૂચનાનું કાયમી ધોરણે પાલન કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.